Satya Tv News

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર પરિવાર હોટેલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ રૂપિયા 4 લાખના ટેમ્પાની કોઈક ચોર ઈસમ ચોરી કરી ફરાર થઇ જતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ પરિવાર હોટેલના કમ્પાઉન્ડમાં ચાલક અને કાપોદ્રા ગામની પ્રતિષ્ઠા સોયટીમાં રહેતા મહમદ સદાકત હુસૈન ઇસ્લામ અંસારી પોતાનું વાહન નંબર GJ 16 W 0254 પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા. જે તકનો લાભ લઇ કોઈક અજાણ્યા ઈસમે તેઓની વાહનને ચોરી ફરાર થઇ ગયા હતા. જેની જાણ મહમદ સદાકત હુસૈન ઇસ્લામ અંસારીને સવારના સમયે થતા તેઓને વાહન ચોરી થઇ ગયું હોવાનું માલુમ પડયું હતુ. જેને લઇ મહમદ સદાકત હુસૈન ઇસ્લામ અંસારીએ તાત્કાલિક અસરથી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે બનાવ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: