Satya Tv News

અંકલેશ્વર અને ભરૂચ નર્મદા નદીના બંને છેડે કોઈક ઈસમના બે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી વાલી વારસોની શોધખોળ આરંભી છે.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર અને ભરૂચ બંને નર્મદા નદીના કિનારે એક એક ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. એની જાણ તરવૈયાઓએ પોલીસને કરતા અંકલેશ્વર શહેર પોલીસે કુમક ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોટર્મ અર્થે ખસેડ્યા હતા. પોલીસે મૃતદેહોની તપાસ કરતા એક રાજપીપલા રોડ પરના સોનમ સોસાયટી પાછળ વસંત વિહાર સોસાયટીમાં રહેત મોહિત નામક ઈસમનું હોવાનું માલુમ પડ્યું હતો. તો પોલીસે અન્ય એક ઇસમના મૃતદેહના વાલીવારસોની શોધખોળ આરંભી છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: