Satya Tv News

જે અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ની ચૂંટણી યોજાઈ જેમાં 7 જુલાઈ 2021 થી 13 જુલાઈ 2021 સુધી નામાંકન પત્રો ભરવાની તારીખ હતી અને જે પછી 20 જુલાઈ 2021 થી 19 ઓગસ્ટ 2021 સુધીનો એક મહિનો 35 વર્ષ સુધીના યુવા મતદારોની નોંધણી કરવાનો સમય હતો, આ તમામ પ્રક્રિયા ઓનલાઇન હતી અને વોટ પણ ઓનલાઇન સબમિટ કરવાનો હતો, જે સંદભૅ અંકલેશ્વર વિધાનસભા યુવા કોંગ્રેસ ની ચૂંટણી માટે માટે કુલ 6164 યુવાઓ દ્વારા ઓનલાઇન મેમ્બરશીપ કરવામાં આવી હતી.

જેમાંથી 3237 સભ્યો નું ઓનલાઇન મેમ્બરશીપ તથા ઓનલાઇન મતદાન સ્વીકાર સ્વીકારવામાં આવ્યું હતું, જે પૈકી અંકલેશ્વર વિધાનસભા યુવા કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે નગરપાલિકા ના વિરોધપક્ષના ઉપનેતા યુવા નેતા શરીફ કાનુગા તેમજ હેમંત પટેલ અને મોહિત રાજપૂત એ ઉમેદવારી કરી હતી જયારે અંકલેશ્વર તરફથી જિલ્લા યુવા કોંગ્રેસ નું પ્રતિનિધત્વ કરવા એનએસયુઆઇ થકી રાજકીય કારકિર્દી શરુ કરનાર અને ગત ટર્મ ના મહામંત્રી રહી ચૂકેલ યુવા નેતા વસીમ ફડવાલાએ આ વખત ફરી મહામંત્રી તરીકે સતત બીજી વાર જયારે જયદીપસિંહ અને હિરેન ચૌહાણએ જિલ્લા પ્રમુખના પદ માટે ઉમેદવારી કરી હતી, જે પૈકી અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ના પ્રમુખ તરીકે શરીફ કાનુગા સમગ્ર જિલ્લા માં સૌથી વધુ બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા જયારે ભરૂચ જિલ્લા મહામંત્રી તરીકે વસીમ ફડવાલા સતત બીજી વાર ચૂંટાઈ આવ્યા જે પ્રસંગે યુવાનોમાં હર્ષ ની લાગણી ફેલાઈ હતી અને યુવાઓને સોસીયલ મીડિયા થકી શુભેચ્છાઓ પાઠવતા અનેરો જોશ જોવા મળ્યો હતો

error: