Satya Tv News

અંકલેશ્વર વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ઓવરર્સીઝ એમલામેન્ટ અને કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર તથા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની તકનો લાભ વિદ્યાર્થીઓ મેળવી શકે તે હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

વિદ્યાર્થીઓ પોતે સહેલાઈથી પાસપોર્ટ ,અન્ય વિદેશી યુનિવર્સિટીમા કઈ રીતે એડમિશન તેમજ આર્થિક સહાય મેળવી શકે તેવી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.સરકાર દ્વારા વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ટોલ ફ્રી નંબર 1800113090 માહિતી મેળવી શકે છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ નજીવા વ્યાજદર ઉપર લૉન મેળવી શકે છે અને પોતાના સપના સાકાર કરે તેવી માહિતી પણ પુરી પાડવામાં આવી હતી

અનુબંધન પોર્ટલની માહિતી જિલ્લા રોજગારી કચેરી ભરૂચના દ્રષ્ટિબેન પટેલ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા જેમાં વિદ્યાર્થીઓ રોજગાર ઈચ્છુક ઉમેદવાર માટે નોંધણી અને પ્રક્રિયાનો લાભ મેળવી શકે એ માટે હેલ્પલાઇન નંબર 6357390390 જાહેર કર્યા હતા.આ કાર્યક્રમનું આયોજન ઇન્ચાર્જ આચાર્ય કે.એસ.ચાવડા તથા સફળ સંચાલન પ્રાધ્યાપક સોનલ કાલરા દ્વારા કરવામાં આવ્યું હતું જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા

વિડિયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: