Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે હાઇવે સ્થિત અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી પસાર થતા આઈસર ટેમ્પોમાંથી ૫૬ હજાર ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

અંકલેશ્વર શહેર પોલીસ મથકના સર્વેલન્સ વિભાગની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે હાઇવે સ્થિત અંસાર માર્કેટ પાસે અલગ અલગ સ્થળે વોચ ગોઠવ્યો હતો. દરમિયાન સુરત થી અંકલેશ્વર તરફ આવતાં બંધ બોડીના આઇસર ટેમ્પાને ફિલ્મી ઢબે રોકી તપાસ કરતા ટ્રાન્સપોર્ટના અન્ય સામનો વચ્ચે છૂપાવેલ ઈંગ્લીશ દારૂની કુલ ૪૩૨ નંગ દારૂની બોટલો તેમજ ૧૩૦ નંગ બિયરના ટીન મળીને કુલ રૂપિયા ૫ ૬૨૦૦નો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે અમદાવાદના જમાલપુર વિસ્તારના રહીશો ટેમ્પો ચાલક ફિરોઝ ખાન પઠાણ અને ક્લીનર મયુદ્દીન ફકીરની પ્રોહિબિશન એકટ અંતર્ગત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંનેએ આ દારૂનો જથ્થો અંકલેશ્વરના લખન નામના બુટલેગરને આપવાનો હતો તેવી કબુલાત કરતા પોલિસે લખન બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: