રાજ્યમાં કોરોનાના કુલ 316 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જ્યારે 312 દર્દીની હાલત સ્થિર છે. તો બીજી તરફ રાજ્યમાં વેક્સિનેશન પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે
ગુજરાતમાં બુધવારે કોરોનાના વધુ 29 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 32 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જેને લઈને રાજ્યનો રિકવરી રેટ વધીને 98.74 ટકાએ પહોંચ્યો છે. સાથે જ રાહતની વાત છે પણ છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાના કારણે મોત નથી થયું.
કોરોનાના કેસની વાત કરીએ તો એક દિવસમાં સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે વડોદરા અને વલસાડમાં વધુ 3-3 કેસ નોંધાયા છે. ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં 2-2 કેસ નોંધાયા છે. તો અરવલ્લી, ગીર સોમનાથ, મોરબી અને નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે.
હાલ રાજ્યમાં કોરોનાના કુલ 316 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જ્યારે 312 દર્દીની હાલત સ્થિર છે. તો બીજી તરફ રાજ્યમાં વેક્સિનેશન પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે. જેને લઈને રાજ્યમાં એક દિવસમાં કુલ 4 લાખ 52 હજાર 20 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.