શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ , જિનવાલા કેમ્પસ , સ્ટેશન રોડ , અંકલેશ્વર ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ અંકલેશ્વ દ્વારા ” ભારતીય બંધારણ દિવસ ” ની ઉજવણીનો કાર્યક્રમ યોજાઈ ગયો . આ કાર્યક્રમમાં અંકલેશ્વર કોર્ટના સિનિયર એડવોકેટ તથા અંકલેશ્વર કોર્ટ ” બાર ” ના ઉપપ્રમુખ કમલેશ મોદી, અંકલેશ્વર કોર્ટના એડવોકેટ જસ્મીકા ગુર્જર , પેરાલીગલ વોલેન્ટિયર હેતસ્વી ચૌહાણ અને નિશી સોની હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં પ્રસ્તાવિક ભૂમિકા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. જયશ્રી ચૌધરીએ બાંધતા કહ્યું હતું કે ,” ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. 26મી નવેમ્બર ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેને ” નેશનલ લો દિવસ ” પણ કહેવામાં આવે છે. આપણા માટે આજનો દિવસ ગૌરવવંતો દિવસ છે. ” . સિનિયર અધ્યાપક ડો.જી.કે. નંદાએ પ્રાસંગિક ઉદબોધન કરતા હતું કે , ” સંવિધાનનું મહત્વ ત્યારે જ સમજી શકાય જ્યારે નાગરિકો હક્કો વિશે સભાન રહે , પણ ફરજોનો અહેસાસ કરે. સંવિધાન છેવાડાના માણસનો રક્ષક છે.” પ્રમુખ વક્તવ્ય આપતા અંકલેશ્વર કોર્ટના સિનિયર એડવોકેટ કમલેશભાઈ મોદીએ કહ્યું હતું કે, ” સમ્યક વિધાન એટલે સંવિધાન . દરેક નાગરિકે મૂળભૂત અધિકારોને અનુસરીને જીવવાનું છે .છેલ્લામાં છેલ્લા વ્યક્તિને ન્યાય મળે એનું નામ સંવિધાન. આવતીકાલ મજબૂત કરવા બંધારણ ડગલેને પગલે કામ લાગે છે.આજના શુભ દિવસે ડો.બાબાસાહેબ આંબેડકરે બંધારણને પ્રજા સમક્ષ મૂક્યું હતું.પેરાલીગલ વોલેન્ટિયર હેતસ્વી ચૌહાણે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરીને બંધારણ દિવસ વિશેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશસેવા એને પણ કહેવાય કે ગંદકી ન કરીએ, વડીલોનો આદર કરીએ કોલેજ કે સ્કૂલના બિનજરૂરી લાઈટ પંખા બંધ કરીએ અને વીજળીની બચત કરીએ ભારતીય પ્રત્યેક નાગરિકનું સન્માન કરીએ સમભાવથી રહીએ.. ” એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર રાજેશ પંડ્યાએ આભારવિધિ કરી હતી. સેવક પઢિયારે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે , ” શ્રી ઠાકોરભાઈ આર્ટસ અને કોમર્સ કોલેજની સ્થાપના કરીને અંકલેશ્વર-હાંસોટના લોકલાડીલા ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ અમારા જેવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે. આ કોલેજમાં અવાર-નવાર આવા કાર્યક્રમો થતા રહે છે જે અમારા માટે લાભદાયી બને છે.” પરમાર રીંકલ જણાવ્યું હતું કે, ” બંધારણ દિવસ વિશે ખુબ સરસ માહિતી અમને આપવામાં આવી. ” કાર્યક્રમને સફળ બનાવવા રાહુલ વસાવા , સેવક પઢીયાર , પરમાર રીંકલ, જયેન્દ્ર પટેલ દિવ્યાંક પટેલ , ધર્મેશ પાટણવાડીયા, નેન્સી આચાર્ય , દક્ષા વસાવા , કાજલ , કુણાલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના તથા અન્ય એકમો દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર માટે ઉપયોગી હોય એવાવિવિધ કાર્યક્રમો થતા રહે છે.
વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર