Satya Tv News

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં બિન અધિકૃત રીતે ડિસ્ચાર્જ કરતા રંગેહાથ ઝડપાઈ જવા પામી હતી.

અંકલેશ્વર NCTLની મોનીટંરીગ ટીમ એ ઝડપી પાડી જીપીસીબી જાણ કરી હતી. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી વડી કચેરી એ રિપોર્ટ કર્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી માં પસાર થતી ખાડી માં પ્રદુષિત પાણી બારોબાર છોડવામાં આવી છે. જેને લઇ વારંવાર જળ પ્રદૂષણ ની ફરિયાદો ઉઠી રહી હતી. જેને લઇ જીપીસીબી તેમજ એનસીટી દ્વારા મોનીટરીંગ કરી નજર રાખવામાં આવી હતી.

ગત રાત્રી ના અંકલેશ્વર એન.સી.ટી ની ટીમ દ્વારા ખાડી વિસ્તાર માં સર્ચ પ્રદુષિત પાણી ખાડીમાં વહેતા નજરે પડતા તે તરફ સર્ચ કરતા પ્લોટ પાનમ્બર 7517 પર કેસા કલર કેમ કંપની માંથી બારોબાર પ્રદુષિત પાણી ખાડી માં આવી રહ્યું હોવાનું સામે આવતા મોનિટરિંગ ટીમ કંપની પર પહોંચી હતી. અને આ અંગે જીપીસીબી ને પણ જાણ કરતા જીપીસીબીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સેમ્પલ લીધા હતા. જીપીસીબી દ્વારા જરૂરી સ્થળ તપાસ કરી આ અંગેનો રિપોર્ટ વડી કચેરી ખાતે મોકલી આપ્યો હતો.

GPCBને પણ જાણ કરવામાં આવી છે. ખાડીમાં ચાલતા બિન અધિકૃત ડિસ્ચાર્જ પર નજર રાખવામાં આવી રહી હતી. જેમાં ગત રાત્રીના સમયે કેસા કલર કેમ કંપની પ્રદુષિત પાણી નિકાલ કરતા રંગેહાથ ઝડપાઈ જવા પામી હતી. જે અંગે જીપીસીબીને પણ જાણ કરવામાં આવી હતી.

વિડીયો જર્નલિસ્ટ કલ્પેશ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: