Satya Tv News

સવારે 6.53 કલાકે ધારા ધ્રુજી હતી. આ ભૂકંપ 3.4ની તિવ્રતાનો હતો. ત્યારે ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયાના અહેવાલ છે.

આજે વહેલી સવારે ગોંડલની આસપાસ ભૂકંપનાં આંચકા અનુભવાયાની માહિતી સામે આવી છે. તો વીરપુરમાં પણ આંચકા અનુભવાયા છે. જણાવી દઈએ કે આજે સવારે 6.53 કલાકે ધારા ધ્રુજી હતી. તો મળેલી માહિતી અનુસાર આ ભૂકંપ 3.4ની તિવ્રતાનો હતો. ત્યારે ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયાના અહેવાલ છે.

જણાવી દઈએ કે 20 નવેમ્બરે પણ અંબાજી પંથકમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં માહિતી મુજબ 2.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો રાત્રે 2.27 કલાકે અંબાજી ધરા ધ્રુજી હતી. જેની અસર અંબાજી અને આબુરોડ તથા મા઼ઉન્ટઆબુ વિસ્તારમાં અનુભવાઇ હતી.

તો આ અગાઉ 16 નવેમ્બરે બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે પાલનપુર સહિત અનેક ગામોમાં અનુભવાયો. જેમાં ભુકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 136 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભૂકંપના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-3માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે. જે ભૂકંપ ઝોન-5માં આવે છે.

error: