Satya Tv News

કેરળ, આંધ્ર અને ચંડીગઢમાં ઓમિક્રોનનો પગપેસારો

દેશમાં કોરોનાના નવા 7774 કેસો, એક્ટિવ કેસોની સંખ્યા 92 હજાર, વધુ 304ના મોત સાથે કુલ મૃત્યુઆંક 4.75 લાખ

યુકેમાં ઓમિક્રોનના વધુ 1239 કેસ નોંધાતા કુલ આંકડો 3137એ પહોંચ્યો

ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ વેરિઅન્ટના નવા કેસો કેરળ, આંધ્ર પ્રદેશ અને ચંડીગઢમાં પણ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વધુ બે કેસો સામે આવ્યા છે. જેને પગલે આ વેરિઅન્ટના દેશમાં કુલ કેસોની સંખ્યા વધીને 38એ પહોંચી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઇટાલીથી ચંડીગઢ આવેલા એક 20 વર્ષીય યુવક તેમજ આયર્લેન્ડથી મુંબઇ અને વિશાખાપટનમ આવેલા 34 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ હવે દેશભરમાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને 38એ પહોંચી ગઇ છે. 

જેમ કે મહારાષ્ટ્રમાં કુલ 18, રાજસૃથાનમાં 9, કર્ણાટકમાં 3, કેરળમાં 1, આંધ્ર પ્રદેશમાં 1 અને કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી અને ચંડીગઢમાં પણ એક એક કેસ સામે આવ્યો છે. જે પણ નવા કેસો સામે આવ્યા છે તેમના પરિવારજનોની કે તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ ચાલી રહી છે.

ઇટાલીથી જે નાગરિક ભારતમાં આવ્યો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તપાસમાં સામે આવ્યું છે કે તેણે ઇટાલીમાં ફાઇઝર નામની રસી લીધી હતી. બીજી તરફ કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 92 હજારની આસપાસ પહોંચી છે જે છેલ્લા 560 દિવસમાં સૌથી નીચે છે. દરમિયાન કોરોનાના નવા 7774 કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 306ના મોત સાથે કુલ મૃત્યુઆંક 475434એ પહોંચ્યો છે.

error: