Satya Tv News

મહારાષ્ટ્રના કેજ ગામના સમતા નગરમાં રહેતો ચાંદપાસા ગની ટ્રક નંબર-એમ.એચ.09.ઇ.એમ.2377 લઈ લાતુરથી અમદાવાદના બાવળા ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર થી ભરૂચ તરફના ટ્રેક ઉપર રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ ઉપર પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક નંબર-જી.જે.09.એ.યુ.9797ના ચાલક તેઓની પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ચાલક અને ક્લીનરને ઇજાઓ પહોંચી હતી જ્યારે ટ્રકને નુકશાન થયું હતું અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે બીજો અકસ્માતનો બનાવ નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પુરપાટ ઝડપે ધસી આવેલ બાઈક નંબર-જી.જે.05.જી.કયું.5667ના ચાલકે થ્રિ વહીલર પર સિંગ ચણાનું વેચાણ કરતા ફેરિયાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ફેરિયાને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: