અંકલેશ્વરના બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક યુવાનને ઇજાઓ પહોંચી હતી જ્યારે ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ રંગ કુટિર બંગલોઝમાં રહેતો ઇન્દ્રજીત નારણભાઈ વસાવા પોતાની એક્ટિવા નંબર-જી.જે.16.સી.એમ.5969 લઈ અંકલેશ્વર ઓ.એન.જી.સી ખાતે નોકરી પર જતો હતો તે દરમિયાન ગત તારીખ-27મી જાન્યુઆરીના રોજ ભરૂચ-અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પામ વીલા સામે અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં યુવાનને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરામાં ખસેડવામાં આવ્યો છે અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તો વડોદરાના ગોત્રી એપાર્ટમેન્ટ સામે આવેલ પુષ્પમ ટેનામેન્ટમાં રહેતો મિહિર રોહિતકુમાર પારેખ પોતાની કાર નંબર-જી.જે.06.એ.પી.8253 લઈ વડોદરાથી શિરડી જતા હતા તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર રાધાકૃષ્ણ હોટેલ નજીક પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ અમુલ દૂધ ડેરીનું ટેન્કર નંબર-જી.જે.02.એક્સ.એક્સ.9577 કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર ચારેય યુવાનોનો આબાદ બચાવ થયો હતો જો કે આ અકસ્માતમાં કારને નુક્શાન થયું હતું
વિડીયો જર્નાસ્લીટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર