અંકલેશ્વર GIDCમાં GST વિભાગના દરોડા
GST વિભાગની વિવિધ ટુકડીઓએ આદર્યુ સઘન સર્ચ ઓપરેશન
ઉદ્યોગ નગરીમાં ઉદ્યોગો આલમમાં ફફડાટ પ્રસરી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વડોદરા જીએસટી વિભાગની વિવિધ ટીમોએ સાગમટે સ્થાનિક ટેક્સ્ટાઇલ સહિત અન્ય ઔદ્યોગિક એકમોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા સ્થાનિક ઉદ્યોગો આલમમાં ફફડાટ પ્રસરી ગયો હતો.
મળતી આધારભૂત માહિતી પ્રમાણે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અનેક ઉદ્યોગ એકમોમાં જીએસટી ની ચોરી સંદર્ભે વિવિધ ટુકડીઓએ સાગમટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.કહેવાય છે કે આજે 100 જેટલા ઉદ્યોગ એકમોમાં જેમાં ખાસ કરીને ટેક્સટાઇલ સ્ટેનલેસ સ્ટીલઆધારિત એન્જીન્યરીંગ ઉદ્યોગ એકમો સહિત રસાયણ ઉદ્યોગો એકમોમાં વડોદરા જીએસટી વિભાગે વ્યાપક સ્તરે કાર્યવાહી કરી હતી અને બાકી પડતી જીએસટી ની વસુલાત અર્થે અનેક ઉદ્યોગ એકમોમાં મુદતી નોટિસ પાઠવી હતી.જીએસટી વિભાગની કામગીરીમાં મોટે પાયે કરચોરી બહાર આવવા પામી હોવાનુ કહેવાય રહ્યુ છે. નોંધવુ ઘટે કે માર્ચ મહિના પૂર્વે જીએસટી, આવકવેરા સહિતના વિભાગોએ કર વસૂલાતની કાર્યવાહી સઘન બનાવી હોય તેવુ આ સર્ચ ઓપરેશન ઉપરથી કયાસ કાઢી શકાય તેમ છે.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર