Satya Tv News

અંકલેશ્વર GIDC વિદેશી દારૂ સાથે એક લાખની રોકડ ઝડપાય
ભરૂચ LCB પોલીસે નવજીવન ગ્રાઉન્ડ ખાતેથી બુટલેગરને ઝડપી પાડ્યો
અંકલેશ્વર GIDC પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.

અંકલેશ્વર GIDCમાં આવેલ RCL જૂની કોલોની પાસે વિદેશી દારૂ સગેવગે કરવા આવેલ બેટલેગરને 9 બોટલ વિદેશી દારૂ અને રોકડ રૂપિયા 1.27 લાખ મળી 1.53 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ LCB પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના RCL કોલોની નવજીવન ગ્રાઉન્ડ GIDC ખાતે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમી વારી જગ્યાએથી વિદેશી દારૂની નવ બોટલ કિંમત રૂપિયા 16,400 બુટલેગર રાજેશ ઉર્ફે ભગત લક્ષમણ પ્રજાપતિ પાસેથી રોકડા રૂપિયા એક લાખ 27 હજાર અને મોબાઈલ મળી એક લાખ 53 હજાર 400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુનો દર્જ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: