Satya Tv News

— મહિલાને ગળે ટુંપો આપીને મોતને ઘાટ ઉતારાય હોવાનું પોલીસનું તારણ

— મહિલાના ઘરેણાં હેમખેમ ,રહસ્યમય હત્યાનું સત્ય અકબંધ

અંકલેશ્વર તાલુકાના આંબોલી બોરીદ્રા ગામ પાસેના શેરડીના ખેતર માંથી એક અંદાજીત 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.મહિલાની હત્યા ગળે ટુંપો આપીને કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું,હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને અજાણ્યા હત્યારા સુધી પહોંચવાના પ્રયાસો શરુ કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના આંબોલી બોરીદ્રા ગામ પાસેના એક શેરડીના ખેતરમાં કુવા પાસે અંદાજીત 55 વર્ષીય મહિલાનો મૃતદેહ એક ખેત મજુરે જોયો હતો,ત્યારબાદ ગામના સરપંચને આ અંગે જાણ કરવામાં આવી હતી.સરપંચ દ્વારા શહેર પોલીસને ઘટનાની માહિતી આપવામાં આવી હતી. બનાવ અંગેનો કોલ મળતાની સાથેજ ઈન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષક તેમજ પોલીસ ઇન્સ્પેકટર સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો, અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા ઉર્મિલાબેન ચુનીલાલ ઓડ ઉંમર વર્ષ આશરે 55 હોવાનું જાણવા મળ્યું હતું,અને ઉર્મિલાબેન ઓડની સાડી થી ગળે ટુંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, પોલીસના જણાવ્યા મુજબ ઉર્મિલાબેને પહેરેલા ઘરેણાં હેમખેમ છે , તેથી તેમની હત્યાની ઘટના રહસ્યમય બની ગઈ હતી,પોલીસ દ્વારા ઉર્મિલાબેન ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે લઇ જવામાં આવ્યો હતો, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ રહસ્યમય હત્યા અંગેની સનસની હકીકત બહાર આવશે તેમ લાગી રહ્યું છે.

હાલ શહેર પોલીસે રહસ્યમય હત્યા નો ભેદ ઉકેલવા માટે અને આરોપી હત્યારા સુધી પહોંચવા માટે એફ એસ સેલ સહિત ની ટીમની મદદ લઈને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

error: