અંકલેશ્વરના ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં પોતાના બેડરૂમમાં સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.
અંકલેશ્વરના ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી મહિલાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મૃતકની લાશને ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી
ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
અંકલેશ્વર ના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા અંકિત સુશીલ પાંડેની ધર્મપત્નિ ૨૬ વર્ષીય શ્રદ્ધા અંકિત પાંડેએ ગત રોજ બપોરે અગમ્ય કારણોસર પોતાના બેડરૂમમાં સાડી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ સમયગાળા દરમ્યાન તેણીનો પતિ સહીત ઘરના અન્ય સભ્યો પણ ઘરના નીચેના માળે હાજર હતા.બનાવ અંગેની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને કરાતા ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશને ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન મૃતક શ્રદ્ધાના પરિવારજનોએ હત્યા અંગેની આશંકા સેવતા પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર