Satya Tv News

GANJO

અંકલેશ્વર સ્ટેશન પર મળ્યું બિનવારસી બેગ
FSLની મદદથી પેકેટ ખોલ્યું
બેગ ખોલ્યું તો મળ્યો ગાંજો
લાખનો રૂનો ગાંજાનો જથ્થો કર્યો જપ્ત
રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી 

અંકલેશ્વર સ્ટેશને ચેન્નાઇ તરફથી આવતી નવજીવન એક્સપ્રેસ ટ્રેન ઉભી હતી ત્યારે પોલીસને બાકડાં પર બે ટ્રોલી બેગ બિનવારસી મળી આવતા દોડધામ મચી ગઇ હતી.જેમાં તપાસ કરતા તેમાંથી ગાંજો મળી આવ્યો

અંકલેશ્વર રેલવે સ્ટેશને જીઆરપી અને આરપીએફનો સ્ટાફ શુક્રવારે બપોરે ચેકીંગમાં હતો. પ્રોહીબિશન સહિતની ચાલતી ડ્રાઈવમાં બપોરે પ્લેટફોર્મ નંબર 1 ઉપર ચેન્નઇથી આવી અમદાવાદ તરફ જતી નવજીવન ટ્રેન આવીને ઉભી હતી. ટ્રેન પસાર થયા બાદ ટોયલેટ નજીકના બાકડાં પર બે બિનવારસી ટ્રોલી બેગ નજરે પડતા રેલવે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.તમામ સ્ટાફને જાણ કરી બેગ ખોલતા અંદરથી ખાખી સેલોટેપ મારેલા 8 સંદિગ્ધ પેકેટો મળી આવ્યા હતા.ઘટના અંગે FSL ને જાણ કરતા પંચોની હાજરીમાં પેકેટ ખોલી તપાસ કરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો. જેનું વજન કરાવતા 332.525 કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 3.25 લાખનો જપ્ત કરવામાં આવ્યો હતો.એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ માદક પ્રદાર્થ ગાંજાનો જથ્થો કબ્જે લઈ રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: