Satya Tv News

અંકલેશ્વર પંથકમાં મોહરમ પર્વ નિમિતે માતમ મનાવાયો

શહેરમાં ઠેર ઠેર તાજિયા બનાવી વિસર્જન કરાયું

મોહરમ પર્વનાં તહેવારની શાંતિમય માહોલમાં ઉજવણી કરાયું

મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો

અંકલેશ્વર પંથકમાં મોહરમ પર્વ નિમિતે માતમ મનાવાયો હતો અને સાંજના સુમારે વરસાદી માહોલમાં તાજીયાના જુલુસ કાઢી સચ્ચાઈની લડાઈમાં કરબલાનાં મેદાનમાં શહીદ થયેલા તમામ શહીદોને યાદ કરવામાં આવ્યા હતા.

https://fb.watch/m60UF47020/

1400 પહેલા પયગંબરે ઇસલામ હઝરત મોહમ્મદ સાહેબ નાં નવાસા હઝરત ઈમામ હુસૈન અને તેમના સાથીઓ સત્ય માટે કરબલાના મેદાનમાં યઝીદની વિશાળ ફોજ સામે લડાઇ લડી હતી આ લડાઈ અસત્ય સામે સત્યની લડાઈ હતી. અને સચ્ચાઈની રાહમાં હઝરત ઈમામ હુસૈન અને તેમના સાથીઓએ સહાદત વહોરી લીધી હતી પણ યઝીદની જૂઠી વાતની ઈન્કાર સાથે કરબલાના મેદાનમાં આ યુદ્ધ ખેલાયું હતુ. શહીદે કરબલાની ભવ્ય સહાદત, ની યાદ આપતું પર્વ એટલે મોહરમ પર્વ,

મોહરમનાં દસ દિવસ સુધી શહેરો તેમજ ગામોની મસ્જિદોમાં ખાસ ઈબાદતો કરવામાં આવે છે. ઠેરઠેર મોહરમ નિમિત્તે શહીદે કરબલાનાં ભવ્ય બલિદાનને લગતી તકરીરો કરવામાં આવે છે. સચ્ચાઈની લડાઈમાં કરબલાનાં મેદાનમાં શહીદ થયેલા તમામ શહીદોની યાદમાં મુસ્લિમ ધર્મમાં મનાંવાતા મોહરમ પર્વનાં તહેવાર નિમિત્તે અંકલેશ્વર શહેરમાં પણ મોહરમ પર્વનાં તહેવારની શાંતિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કરબલાનાં મેદાનમાં શહીદ થયેલા તમામ શહીદોની યાદમાં અંક્લેશ્વર શહેરના મુસ્લીમ વિસ્તારોમાં તાજિયા બનાવી તાજિયાની ઉત્સાહભેર સજાવટ કરવામાં આવી હતી. અંક્લેશ્વર શહેરના કસ્બાતી વાડ, સર્વોદય નગર, કાગડી વાડ, ભાટવાડ, સેલારવાડ, કસાઈવાડ, સહિતનાં વિસ્તારોમાંથી તાજિયાનું જુલૂસ કાઢવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ધર્મનાં લોકો જોડાયા હતા.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર

error: