Satya Tv News

YouTube player

બાપુનગર સ્થિત મહાદેવ મંદિરમાં વિરોધ
મંદિરના મહંતને વિધર્મી તત્વોએ આપી ધમકી
ત્વરિત પગલાં ભરવામાં આવે તેવી કરી માંગ
કાર્યકરોએ યોગ્ય પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી

અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર બાપુનગર સ્થિત મહાદેવ મંદિરના મહંતને વિધર્મી તત્વોએ ધમકી આપતા ગુજરાત સેનાએ આવા ઇમસો સામે પગલાં ભરવા માંગ કરી છે.

અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર બાપુનગર સ્થિત મહાદેવ મંદિર આવેલું છે, જે મંદિરના મહંતને ત્યાર ગતરોજ કેટલાક વિધર્મી તત્વોએ મંદિર ખાતે ઘસી આવી હવન કુંડને નુકશાન કરી પુજનમાં વિધ્ન ઊભું કરી મંદિરમાં મહંતને ધમકી આપી હોવાના ગુજરાત હિન્દુ સેનાએ આક્ષેપ કર્યા છે, સાથે આ તત્વો સામે ત્વરિત પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે, અને જો યોગ્ય પગલાં નહિ ભરવામાં આવે તો ગુજરાત સેનાના પ્રમુખ શૈલેષ વસી સહિત કાર્યકરોએ પોતાના રીતે પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: