Satya Tv News

YouTube player

રાજપીપળા ચોકડી બ્રિજ પાસેથી દારૂ ઝડપાયો
દારૂના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા
11.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથધરી
મહિલા બુટલેગર સહિત બેને વોન્ટેડ જાહેર કરી

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી બ્રિજ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં લવાયેલ વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડી રૂપિયા 11.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી, કે મહારાષ્ટ્રના ભુસાવળથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ નંબર-જી.જે.03.એ.એક્સ.0012માં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવનારા છે ,અને ઈકકો કાર નંબર-જી.જે.16.સી.એન.8233માં વિદેશી દારૂનું જથ્થો લેવા માટે કેટલાક ઇસમો આવનાર છે, સાથે એક્ટિવા નંબર-જી.જે.16.સી.પી.0451નો સવાર કારનું પાઇલોટિંગ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન બાતમી વાળી ટ્રાવેલ્સ આવી હતી, અને ચાલક સહિત ચાર ઇસમો બસની ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઈકકો કારમાં ભરી રહ્યા હતા, તે સમયે પોલીસે દરોડા પાડ્યા હતા ,અને સ્થળ પરથી વિદેશી દારૂની 559 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 94 હજારનો દારૂ અને સાત લાખની ટ્રાવેલ્સ તેમજ કાર,એક્ટિવા મળી કુલ 11.59 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, અને સોનગઢની ગોપાલ નગર સોસાયટીમાં રહેતો બસ ચાલક ભગવત સિંહ ઉર્ફે છોટું બાબુસિંહ ભાટી,ભુપેન્દ્ર રમેશ ફૂલમાળી અને રોશન જયેશ વસાવા તેમજ જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે મહિલા બુટલેગર સહિત બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: