Satya Tv News

ઉછાલી ગામમાં ગેસ સિલિન્ડરના કૌભાંડનો મામલો
રિફિલિંગ કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ
ચાલક તેમજ હેલ્પર સહિત ત્રણની ધરપકડ
આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી 
કુલ 7.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર હાઈવે ઉપર ઉછાલી ગામે ફાર્મહાઉસને ભાડે રાખી ઘરેલુ ગેસમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કૌભાંડનો મુખ્ય આરોપીને તાલુકા પોલીસે 9 મહિના બાદ ઝડપી પાડ્યો.

ગત તારીખ-21-2-23ના રોજ મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા ગામે રહેતા માલિક રતિલાલ ગોદારાએ અંકલેશ્વર હાઈવે ઉપર ઉછાલી ગામમાં આવેલ ફાર્મહાઉસને 6 હજારના ભાડે રાખી બોલેરો પીકઅપ ટેમ્પો ચાલક હેતરામ ઉર્ફે હિતેશ ભાદુ અને હેલ્પર સુનિલ બિશ્નોઈ ગેસ રિફીલિંગનું કૌભાંડ ચલાવતા હતા.અંકલેશ્વર ઓ.એન.જી.સી.પાસેની પવન ઇન્ડેન ગેસની એજન્સીમાંથી ઘરેલુ ગેસના બોટલ ભરી આ ટેમ્પોના ડ્રાઈવર અને હેલ્પર ઉછાલી ગામે રાખેલા ફાર્મ હાઉસ ઉપર પોહચતા હતા.જ્યાં ફાર્મ હાઉસની દેખરેખ રાખતા હસમુખ પટેલને ભાડું ચૂકવી ગોરખ વેપલો ધમધમવાતો હતો આ અંગેની બાતમી ભરુચ એલસીબીને મળતા પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. અને ઘરેલુ ગેસના સિલબદ્ધ 70 સિલિન્ડર, 4 નાના સિલિન્ડર, સીલ ખોલેલ એક બોટલ તેમજ ભૂરા કોમર્શિયલ મળી કુલ 82 સિલિન્ડર, રિફિલિંગ પાઇપ, બે વજન કાંટા, સીલ, બે મોબાઈલ, ટેમ્પો મળી કુલ 7.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચાલક તેમજ હેલ્પર સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા જ્યારે કૌભાડ આચારનારને વોન્ટેડ જાહેર કર્યો હતો, તે દરમિયાન તાલુકા પોલીસે કાપોદ્રા ગામમાં રહેતા રતિલાલ બગડુરામ ગોદારાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: