Satya Tv News

અંકલેશ્વરના જય ભવાની સ્વીટ્સના હસ્તીસિંહ રાજપૂતે કરોડોનું કૌભાંડ આચાર્યુ હતું.જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. સુરતના ફોસ્ટાના પૂર્વ પ્રમુખ અને રિંગ રોડ તિરૂપતિ સ્કવેરમાં રજત સિલ્ક મિલ્સના નામે ટેક્સ્ટાઇલ અને નિર્મલ કોર્પોરેશનના નામે જમીન લે-વેચની પેઢી ચલાવે છે.જે દરમિયાન અંકલેશ્વરના ભડકાદરામાં નંદનવન સોસાયટીમાં રહેતા અને જય ભવાની સ્વીટ્સના નામે મીઠાઈની દુકાન ધરાવતા હસ્તીસિંહ નારાયણસિંહ રાજપુરોહિત મળ્યો હતો.

વાતચીત બાદ સુરત રિંગ રોડની તેમની દુકાને હસ્તી સિંહ મળવા આવ્યો હતો.ત્યાં તે મોટી વ્યક્તિ હોવાનું અને બેંકના મેનેજર સાથે સારી ઓળખ ધરાવતો હવાની અને મિલકતો તારણમાં રહેલી મિલકતો હરાજીથી લઈ વેચાણ કરી મોટો નફો કમાતો હોવાનું જણાવ્યું હતું.તે દરમ્યાન અંકલેશ્વરમાં UPL કંપનીની પાસે રહેલી એક ફેક્ટરી કેનેરા બેન્ક દ્વારા હરાજી થઈ હતી.

10,600 સ્ક્વેર મીટરની આ જમીનવાળી ફેક્ટરી પોતે 9.59 કરોડમાં ખરીદી છે અને 15.68 કરોડમાં વેચી પણ દીધી છે. પરંતુ ચૂકવવા માટે બે કરોડ ખૂટે છે જો તે રકમ તમે આપો તો 22 ટકા હિસ્સો આપવામાં આવશે તેમ કહેતાં આ વેપારીએ 40 લાખ રૂપિયા આપ્યા હતા અને તેમના સંબંધી રાજસ્થાન ઇન્ટરનેશનલના અશોક જૈન અને જેતપુર સારીઝના દાનમલ જૈન પાસેથી અનુક્રમે 21 લાખ અને 40 લાખ રૂપિયા મળી 1.10 કરોડ રૂપિયા અપાવ્યા હતા.

છ મહિના 1.34 કરોડના નફા સાથે 2.35 કરોડ પરત આપવાના MOU. પણ કર્યા હતા. જોકે આ છ મહિના પૂરા થઇ જવા છતાં નાણાં પરત આપ્યા ન હતા. એટલું જ નહિ, જે ચેક આપ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા. જેમાં વેપારીએ હસ્તીસિંહ પાસે રૂપિયાની ઉઘરાણી કરતા મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાથી મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે હસ્તીસિંહ વિરુદ્ધ છેતરપિંડી અને ધાકધમકી આપવા બદલ ગુનો નોંધી હસ્તીસિંહ ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.

error: