Satya Tv News

ભાવનગર તળાજા નેશનલ હાઈવે પાસે સાણોદરના પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે. પાર્ક કરેલ ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માતમાં 2 યુવકોના મોત અને એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. એક ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. વાદ એસજી હાઈવે પર ડમ્પરની અડફેટે બાઈક ચાલકનું મૃત્યું થયું હતું. કન્સ્ટ્રશન સાઈટના ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. રોડ પરથી પસાર થતા બાઈક ચાલક પર ડમ્પર ફરી વળ્યું હતું. અન્ય ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સોલા સિવિલ ખસેડાયો હતો. ચાલક અને ડમ્પરને ટ્રાફિક પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. રાજકોટ શહેરમાં ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ફોરેસ્ટની પરીક્ષામાં સુપરવિઝન કરવા જતી ક્રિષ્ના ભારથીને અજાણ્યા વાહને અડફેટે લેતા યુવતીનુ મોત થયુ છે. મેટોડા GIDCમાં હિટ એન્ડની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ક્રિષ્ના ભારથી મૂળ ધારી પંથકની રહેવાસી છે. રાજકોટમાં ક્રિષ્ના તેમના માસીના ઘરે રહેતી હતી. અકસ્માત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. પોલીસે હિટ એન્ડ રનની ઘટનાને લઇને તપાસ હાથ ધરી છે.

error: