https://www.instagram.com/reel/C6bDZ3vAxrs/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અંકલેશ્વર તાલુકાનાં આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું હતું
અંકલેશ્વર તાલુકામાં હાલ ભાજપના આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યું છે.ત્યારે તાલુકા પંચાયતના માજી પ્રમુખ અનિલ પટેલ સહિત કાર્યકરો અંકલેશ્વર તાલુકાનાં આંબોલી બોઈદ્રા ગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચતા જ ગ્રામજનોએ તેઓને અટકાવી ઉગ્ર બોલાચાલી કરી રોષ ઠાલવ્યો હતો અને ભાજપનો વિરોધ કરી આગેવાનોને ગામમાંથી બહાર ભગાડ્યા હતા સાથે ગ્રામજનોએ એક જ ચાલે ચૈતરભાઈ ચાલે તેવા પણ નારા લગાવ્યા હતા.જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.