Satya Tv News

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 6 વર્ષનું નાનું બાળક મોબાઈલમાં જોતા સમયે સિક્કો ગળી ગયો. જે પછીથી બાળકની હાલત ગંભીર છે. તેનુ સુરતની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરવાની કામગીરી હાથ ધરાઇ છે. બાળક મોબાઈલ જોઈ રહ્યું હતુ ત્યારે તેના હાથામાં આવેલો સિક્કો મોમાં નાખી રમત કરતા સિક્કો સિધો ગળામાં ઉતરી ગયો. જે બાદથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. માતા પિતાએ સિક્કો કાઢવા માટે કોશિશ પણ કરી પણ બહાર ન નિકળી શક્યો. જે પછી માતા-પિતા બાળકને લઈને હોસ્પિટલ પહોચ્યાં હતા. જ્યાંથી સિવિલમાં બાળકનું ઓપરેશન હાથ ધરવામાં આવશે.

error: