અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહિ આપતાં વ્યાજખોરના મળતીયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઈસમે કર્યા છે.જોકે સદનસીબે આ વ્યક્તિના હાથમાં દોરડું આવી જતાં બુમો પાડતા સામાજીક કાર્યકર્તા અને નાવિકોએ તેને બચાવી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
અંકલેશ્વર ખાતે રહેતા રવિન્દ્ર રાજેન્દ્રપ્રસાદ શાહ નામના ઈસમે ભરૂચના એક તખતસિંગ સરદાર નામના વ્યક્તિ પાસે વ્યાજે પાંચ લાખ રૂપિયા લીધા હતા.પરતું તેનાંથી તેનું વ્યાજ નહિ ચૂકવતા ગતરોજ આ વ્યાજખોર વ્યક્તિના મળતીયાએ રવિન્દ્રને રૂપિયા માટે બોલવતા હોવાનું જણાવી તેને અંકલેશ્વરથી ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર લાવી રૂપિયા નહિ આપે તો બ્રિજ પરથી ફેંકી દેવાનું જણાવ્યું હતું. પણ તેની પાસે રૂપિયા નહિ હોય વ્યજખોરના મળતીયા એ તેને ખરેખર ઉંચકીને નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો.જોકે સદનસીબે નદીમાં રવીન્દ્રના હાથમાં એક દોરડું પકડાઈ જતાં તે હેમખેમ નદીના પીલ્લર પર ચઢી જતા તેનો આબાદ બચાવ થયો હતો.