Skip to main content

Satya Tv News

સુરતમાં લવ જેહાદનો એક મામલો સામે આવ્યો છે. જેમાં મોહંમદ મલિકે ‘રાહુલ’ નામ રાખી સગીરાને ફસાવી અપહરણ કર્યું હતું. આ ગંભીર મામલે પોલીસે અપહરણની સાથે લવ-જેહાદની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ઉત્તરપ્રદેશની 17 વર્ષીય નંદિતા( નામ બદલ્યું છે)ને થોડા દિવસો પહેલાં પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારે તેને પોતાનું નામ રાહુલ જણાવ્યું હતું. નંદિતા તેની વાતોમાં આવી ગઈ હતી. નંદિતા મોટા મોભાદાર પરિવારની છોકરી છે. મલિક મોહંમદ વિશ્વાસઘાત કરી નંદિતાનું અપહરણ કરી ગયો હતો, જેથી આ અંગે નંદિતાના પરિવારે પુણા પોલીસને જાણ કરી હતી. પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવકે હિન્દુ નામ રાખીને હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરી લઈ ગયો હતો.જેમાં પોલીસે આરોપીને પકડી કિશોરીને છોડાવી હોવાની માહિતી મળી છે.

વિડીયો જર્નાલિસ્ટ :અક્ષય વાઢેર, સત્યા ટી.વી, સુરત

error: