ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમને દિવાળી વેકેશનમા રંગબેરંગી લાઈટોથી સજાવવામા આવ્યો છે. હાલ દિવાળી અને નૂતન વર્ષે વેકેશન મા પ્રવાસીઓના ધાડા ઉમટી રહ્યા છે. દિવસે નર્મદા ડેમતો સૌ કોઈએ અનેક વાર જોયો હશે પણ રંગબેરંગી લાઈટોથી સજાવેલ રાત્રીનો અદભુત નજારો પ્રવાસીઓનું આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.
હાલ વેકેશનમા રોશનીથી સજાવેલ રંગબેરંગી નર્મદા ડેમનો રાત્રીનો અદ્ભૂત નજારોજોવા લોક ટોળાં ઉમટ્યા છે. રાત્રીનો રંગીન રોશનીથી ચમકતો નર્મદા ડેમનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. રાત્રે પણ સ્ટેચ્યુ જોવા પ્રવાસીઓ ઉમટ્યા હતા. જેમાં જુદા જુદા રંગ બદલતા ડેમના દ્રશ્યોનો નજારો પ્રવાસીઑનું મન મોહી લે છે. નર્મદા ડેમને વાર તહેવારે રંગીન લાઈટોથી સજાવાય છે. હાલ નર્મદા ડેમ રંગીન લાઈટોથી શોભી રહ્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ: જ્યોતિ જગતાપ સાથે દિપક જગતાપ,સત્યા ટીવી,રાજપીપલા