Satya Tv News

અંકલેશ્વર તાલુકાના સાંરગપુર ગામની મીરાંનગર સોસાયટીની બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમની હત્યાને પગલે ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે વિભાગીય પોલીસ વડા સહીત GIDC પોલીસનો કાફલાએ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી અજાણ્યા હત્યારાની શોધખોળ આરંભી છે.

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની મીરાંનગર સોસાયટીની પાછળના ભાગે બાવળી ઝાડીમાં લાંબા અરસાબાદ ફરીએકવાર હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જીઆઇડીસી પોલીસ મથકના ચોપડે આ વિસ્તારમાં અનેક હત્યાઓ નોંધાયેલ છે. ત્યારે અતિ ભરચક ગણાતા એવા મીરાંનગર સોસાયટીના ભાગે પાછળના ભાગે બાવરી ઝાડીમાં અજાણ્યા ઈસમની અજાણ્યા ઈસમ દ્વારા માથાના ભાગે કોઈક બોદાર્થ પ્રદાર્થ મારી હત્યા કરાય હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

સદર ઘટનાની જાણ જીઆઇડીસી પોલીસ મથકમાં થતા વિભાગીય પોલીસ વડા, જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્પેકટર સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં પોલીસે અજાણ્યા ઇસમના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી તેના વળી વારસોની શોધખોળ આરંભી અજણયા હત્યારાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: