Satya Tv News

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 20 જેટલી ટ્રકમાંથી રાતે ₹1.30 લાખના ડીઝલની ચોરી થઈ હોવાની ઘટના બની છે.

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડનપ્લાઝા અને આઇમાતા હોટલ પાસે ટ્રાન્સપોર્ટરો માટે પાર્કિંગ આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ટ્રકો રાતે પાર્ક કરાઈ છે. ગુરૂવારે મધરાતે 3 થી 4 કલાકના ગાળામાં 20 જેટલી ટ્રકમાંથી ડીઝલ ચોરાયું હતું. જેની જાણ ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ડ્રાઈવરોને સવારે થઈ હતી. ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિયેશનના જ્યભગવન બલહારાએ અંકલેશ્વર સિટી પોલીસને જાણ કરતા પી.આઈ. આર.એસ.ગઢવી સહિત પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અંદાઝે 20 જેટલી ટ્રકમાંથી ₹1.30 લાખથી વધુના મુદામાલની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: