ડેક્કન ફાઈન કેમિકલ લિમિટેડ અંકલેશ્વર દ્વારા નવ લાખ ના ખર્ચે નવનિર્મિત તૈયાર કરેલ હરિન ભઠ્ઠી હાંસોટ હિન્દુ સ્મસાન ભૂમિ (મુક્તિધામ) ખાતે લોકાર્પણ કરવામાં આવી હતી
પર્યાવરણ ની જાળવાણી થાય અને મૃતદેહ ને બાળવામાં 12 થી 15 મણ લાકડાં ને બદલે 5 થી 7 મણ લાકડાનો ઉપયોગ થાય અને સાથે સાથે સમય નો બચાવ થાય અને મૃતદેહ ને બાળતી વખતે જે મહેનત કરવી પડે છે તેમાંથી છુટકારો થાય તેવી ભઠ્ઠી નું નિર્માણ થયું છે તો આ બાબતે હિન્દુ સ્મસાન ભૂમિ હાંસોટ ના યુવાનો દ્વારા ડેક્કન ફાઈન કેમિકલ લિમિટેડ અંકલેશ્વર જાણ કરતાં બહું ટુંકા સમય ગાળામાં ડેક્કન ફાઈન કેમીકલ લિમિટેડ અંકલેશ્વર ના સહયોગથી નવ લાખ ના ખર્ચે નવનિર્મિત હરીન ભઠ્ઠી તૈયાર કરી આજ રોજ હાંસોટ હિન્દુ સ્મસાન ખાતે લોકાર્પણ કરી હતી આ પ્રસંગે ડેક્કન ફાઈન કેમીકલ લિમિટેડ અંકલેશ્વર ના સાઈડ હેડ પરાગ શાહ, જનરલ મેનેજર એચ આર વિપુલ રાણા, ઈ. એચ. એસ. હેડ ભાવેશ રામી, સિનિયર મેનેજર એચ. આર રાહુલ શાહ તથા ગજેન્દ્ર પટેલ નાઓ ઉપસ્થિત રહી હરીન ભઠ્ઠી વિષે વિસ્તૃત જાણકારી આપી હતી હાંસોટ હિન્દુ સ્મસાન ભૂમિ ના યુવાનો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ વડે અભિવાદન કર્યું હતું અને ઉપસ્થિત હાંસોટ ગામનાં આગૅવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો
વીડીયો જર્નાલિસ્ટ પીરુ મિસ્ત્રી સત્યા ટીવી હાંસોટ