Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ઉત્તર પ્રદેશમાં જમીન વિવાદમાં લોહિયાળ જંગ ખેલાયો, જમીન વિવાદમાં 6 લોકોની હત્યા;

UPના દેવરિયા જિલ્લાના રૂદ્રપુર કોતવાલી વિસ્તારના ફતેહપુર ગામમાં જમીન વિવાદમાં એક જ પરિવારના છ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્યનો પણ સમાવેશ થાય છે.…

દિલ્હીમાં 100 રુપિયાની હથોડી અને પેચકેસથી ચોર્યાં 25 કરોડના દાગીના, 18 કલાકમાં 25 કરોડની ચોરી;

દિલ્હીના ભોગલમાં મંગળવારે સવારે જ્યારે એક જ્વેલરી શોપનું શટર ખુલ્યું તો અંદર રાખેલા તમામ સોના, ચાંદી અને હીરા ગાયબ હતા. ત્યાર બાદ તરત જ પોલીસ ત્યાં પહોંચી અને જ્યારે શો…

ગઈકાલે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું;

મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પહેલા ગઈકાલે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મોટા નેતાઓએ શ્રમદાન…

આજે મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતિ, PM મોદીએ પહેલી વાર સીએમના શપથ લેતી વખતે બાપુની પ્રતિમાને કર્યાં હતા વંદન;

મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. દેશ અને દુનિયામાં મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત બનનાર લોકોની ખોટ નથી. આજે લાખો-કરોડો લોકો બાપુના વિચારોથી…

દક્ષિણ મેક્સિકોમાં માલવાહક ટ્રક પલટી જતાં 10 વ્યક્તિના મોત, લગભગ 25 લોકો ઘાયલ ;

ગ્વાટેમાલાની સરહદ નજીક મેક્સીકન રાજ્ય ચિયાપાસમાં રવિવારે સવારે આ અકસ્માત થયો હતો. મેક્સિકોની નેશનલ માઇગ્રેશન ઇન્સ્ટિટ્યૂટના એક નિવેદનને ટાંકીને અહેવાલમાં જણાવ્યું હતું કે, ટ્રક મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસમાં પિજિયાપન-ટોનાલા હાઇવે…

મણિપુરમાં બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં 4 આરોપીઓની ધરપકડ, મણિપુરના ચુરાચાંદપુરમાં બંધનું એલાન;

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે કહ્યું કે, CBIએ બે મણિપુરી વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને સરકાર તેમને મહત્તમ સજા સુનિશ્ચિત કરશે. મુખ્ય આરોપીની…

હિમાચલપ્રદેશના 18 કરોડની ક્રિપ્ટો કરન્સીની છેતરપિંડીના આરોપી ગીરસોમનાથના ભોજદે ગીરમાંથી ઝડપાયા;

હિમાચલ પ્રદેશમાં 18 કરોડની ક્રિપ્ટો કરન્સીની છેતરપિંડી કરીને ગીર સોમનાથના ભોજદે ગીરના ખાનગી ફાર્મહાઉસમાં સંતાયેલા બે આરોપીને ગીર સોમનાથ પોલીસે ઝડપી પાડ્યા છે. ભોજદે ગીરના ફાર્મહાઉસમાંથી ઝડપાયા કરોડોની છેતરપિંડીના આરોપીઓ,હિમાચલ…

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 200નો વધારો;

ગત સપ્ટેમ્બર મહિનામાં ભલે રાંધણ ગેસના સિલિન્ડરમાં કોઈ વધારો ન થયો હોય, પરંતુ કોમર્શિયલ ગેસના સિલિન્ડર એટલે કે 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો વધારો ઓક્ટોબર મહિનામાં કરવામાં આવ્યો…

પાકિસ્તાનના આતંકી હાફિઝ સઈદના ખૂબ જ નજીકના સાથીદારની થઈ હત્યા;

પાકિસ્તાનના કરાચીમાં લશ્કર એ તૈયબાના વડા હાફિઝ સઈદના નજીકના સહયોગીને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી હતી. ગંભીર રીતે ઈજા પામ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું. મુફ્તી કૈસર ફારૂક લશ્કરના સહ-સ્થાપક…

પાકિસ્તાન ભારતને કરી રહ્યું છે બદનામ, બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલાઓને રોકવામાં નિષ્ફળ રહ્યું પાકિસ્તાન;

બલૂચિસ્તાનમાં, આતંકવાદીઓએ એક સાથે ઓછામાં ઓછા 60 લોકોની હત્યા કરી હતી. લોકો મિલાદ-એ-નબીની ઉજવણી કરી રહ્યા હતા. શોભાયાત્રા કાઢી રહી હતી, ત્યારે મસ્તુંગ વિસ્તારમાં મોટો આત્મઘાતી હુમલો થયો હતો. બલૂચિસ્તાન…

error: