અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારો પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ૪૩ ગ્રામ પંચાયતો પૈકી હાલ તુરંત ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી.
અંકલેશ્વર તાલુકાની કુલ ૪૩ ગ્રામ પંચાયતી પૈકી સરપંચ માટે કુલ ૧૪૧ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જ્યારે વોર્ડ સભ્યો માટે કુલ ૮૩૮ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. અંક્લેશ્વર તાલુકાની પારડી ઈર્દીસ, સરથાણ તેમજ મોતવણ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ હતી.જોકે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ ૭ ડિસેમ્બરના રોજ અન્ય પંચાયતો સમરસ બને તેવી સંભવિતતાને નકારી શકાય નહીં અને ત્યાર બાદ વિવિધ પંચાયતમાં સભ્ય તેમજ સમરસ પંચાયત થવાની સંભાવના છે.
અંકલેશ્વર માં ૪૩ ગ્રામ પંચાયતમાં આગામી ૧૯મી ડિસેમ્બરે મતદાન યોજાશે. ૪૩ ગામના કુલ મળી ૧૨૬ બુથ અને ૪૧૨ વોર્ડમાં ૧ લાખ ૧૩ હજાર ૪૩૫ મતદારો પોતાના પ્રતિનિધિને ચૂંટશે.
અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં આગામી ચૂંટણીમાં એક જ પક્ષની બે છાવણીઓ સામ સામે જંગ ખેલશે .આ ચૂંટણીમાં કુલ ૮૩૮ મુરતિયાઓ મેદાને ઉતાર્યા છે. અંકલેશ્વર તાલુકાની અનેક ગ્રામ પંચાયતોના ઉમેદવારો અને તેમના ટેકેદારો વચ્ચે અત્યારથી જ ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર