ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં આવેલ કેડીલા ફાર્માસ્યુટિકલ યુનિટ 2માં લાખોની કિંમતના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી ડોગ સ્કોર્ડ અને સીસીટીવીની મદદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે ઘટનામાં પોલીસ દ્વારા કંપનીના જાણભેદુ દ્વારા તસ્કરી કરી હોવાની આશંકા વર્તાય રહી છે.
પોલીસ સુત્રીય મળતી માહીતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસીના પ્લોટ નંબર 3293 માં આવેલ કેડીલા ફાર્માસીટીકલ લીમીટેડ 2 કંપનીના પી.પી એરિયામાં પાવડર પ્રોસેસિંગ એરિયામાંથી 25 કિલોના બેગમાં મુકવામાં આવેલ ઓલેનઝેપાઇન પાવડરની અજાણ્યા કંપનીની સિક્યુરિટી સિસ્ટમની નજર ચૂકવી તસ્કરો ચોરી પલાયન થઇ ગયા હતા.
જેમાં તસ્કરોએ અંદાજીત 7.50 લાખની કિંમતના પાવડર ચોરી અંગે કંપની સત્તાધીશો દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલા અંગે જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી ડોગ સ્કોર્ડ અને સીસીટીવી ફુટેજના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
વિડીયો જર્નલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર.