Satya Tv News

ઉદ્યોગિક ક્ષેત્રને NGO દ્વારા બદનામ કરવાનું કાવતરું દ્રશ્યો પ્રમાણે આવ્યું સામે.

અમલાખાડીમાં સ્ક્રેપ માર્કેટમાંથી પાણી આવતું નજરે પડ્યું..

ટીપુય પ્રદૂષિત પાણી ન દેખાતા ઉધોગ મંડળના પ્રમુખ રોષે ભરાયા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદુષીત પાણી આમલાખાડીમાં વહેતુ કરવાના આક્ષેપો બાદ મોડી સાંજે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પદાધિકારીઓએ તેમજ પર્યાવરણવાદીઓ સામે બાખડી પડ્યા હતા.

YouTube player

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના એફ.ટી.પી. પંપીંગ સ્ટેશન ખાતે ઉધોગ મંડળ અને પર્યાવરણ વાદીઓ સામસામે બાખડી પડયા
સ્થળ મુલાકાત દરમ્યાન ટીપુય પ્રદૂષિત પાણી ન દેખાતા ઉધોગ મંડળના પ્રમુખ રોષે ભરાયા હતા.

બન્યુ એમ કે કોઈ ત્રાહિત વ્યક્તિએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વહેતો કરી એવા આક્ષેપો કર્યા હતા કે અંકલેશ્વર વસાહતની ખુલ્લી ગટરો મારફતે પ્રદૂષિત પાણી ટ્રીટ કર્યા વિના છોડી દેવાયુ છે. આ અંગે અંકલેશ્વરના કેટલાક પર્યાવરણવાદી સંસ્થાના કાર્યકરો એ ઉહાપો મચાવ્યો હતો અને જીપીસીબીને ફરિયાદ કરી હતી.

આ અંગે જીપીસીબી દ્વારા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ સહિત એન્વાયરમેન્ટ કમિટીના સભ્યોને જાણ કરાતા વસાહતના ફાઇનલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં જઈ નિરીક્ષણ કરતા ત્યાં વસાહતનું કોઈ પ્રદૂષિત પાણી જોવા મળ્યું નહોતું. ખાડીમાં જે પાણી આવતું હતું તે નજીકના સ્ક્રેપ માર્કેટના ગટરનું પાણી જોવા મળ્યું હતુ.

આ મુદ્દે પ્રકૃતિ સુરક્ષા મંડળના હોદ્દેદારો તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વચ્ચે ઉગ્ર તુતુ મેમે થઈ ગઈ હતી અને એકમેક પર આક્ષેપો કરતા મામલો તંગ બન્યો હતો.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિનિધિ દ્વારા અમુક-તમુક પર્યાવરણવાદીઓ પ્રદૂષણના મુદ્દે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને બદનામ કરવા આવા જૂઠા આક્ષેપો કરે છે અને સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ મુકી પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગે જેવા સીધા પ્રહારો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ આ જ પર્યાવરણવાદીઓ સામે નર્મદા ક્લીન ટેક કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને બિનઅધિકૃત રીતે કંપનીમાં પ્રવેશ કરવો તેમ જ અઘટિત નાણાકીય માગણી કરવાના ગંભીર આક્ષેપો થયા હતા.

દરમિયાન સ્થાનિક ઉધોગ મંડળના હોદ્દેદારો તેમજ પર્યાવરણ વાદીઓ સામે ઉગ્રતાથી બાખડી પડ્યા હતા અને મામલો ગરમાયો હતો.

વિડીયો જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: