અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર 6 વાહનો વચ્ચે અકસ્માત
ત્રણ કલાકની જહેમત બાદ ફસાઈ ગયેલા બે ટ્રક ચાલકોને બહાર કાઢ્યા
ઘટનામાં 4 ટ્રક અને 2 કાર મળી 6 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત
સદનશીબે કારમાં સવાર તમામ 5 વ્યક્તિઓનો આબાદ બચાવ
કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર સવારે 6 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી ત્રણ કલાકની જહેમત બાદ ફસાઈ ગયેલા બે ટ્રક ચાલકોને બહાર કાઢ્યા હતા
અંકલેશ્વર હાઇવે ઉપર બુધવારે વહેલી સવારે પ્લેટો ભરી સુરતથી વડોદરા તરફ જતા ટ્રેલરનું નીચે નિલેશ ચોકડી નજીક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા બેકાબુ બનેલી ટ્રક-ટ્રેલર પલ્ટી ખાઈ ગઈ હતી. આ ટ્રેલર પાછળ દોડતી વધુ એક ટ્રકના ચાલકનો અકસ્માત બચાવવાના પ્રયાસ દરમ્યાન વાહન ડિવાઈડર કૂદી સામેની તરફ પહોંચી ગયું હતું બંને વાહનો સાથે સામેથી આવતા અને પાછળ દોડતા અન્ય વાહનો ટકરાયા હતા. ઘટનામાં 4 ટ્રક અને 2 કાર મળી 6 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગે ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રકમાં ફસાઈ ગયેલા બે લોકોને 3 કલાકની જહેમત બાદ પતરા ચીરી રેસ્ક્યુ કરીને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં એક કાર ટ્રેલરની નીચે કચડાઈ હતી જોકે સદનશીબે કારમાં સવાર તમામ 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો અકસ્માત બાદ બનેં તરફ વાહનોના કાટમાળના કારણે નેશનલ હાઇવે ઉપર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.પોલીસે વાહનોને હટાવી ભારે જહેમતે ટ્રાફિક પૂર્વવ્રત કરાવ્યો હતો અકસ્માત અંગે શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
વહેલી સવારે સર્જાયેલ આ ઘટના બાદ બપોર પણ એજ સ્થળે વધુ એક અકસ્માત સર્જાવા પામ્યો હતો જેમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ગંભીર ઇજાને પગલે સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
વીડિયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર