Satya Tv News

અંકલેશ્વરના ચૌટા નાકા કેમ્બ્રિજ કાપડની દુકાન નજીક પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ શ્યામનગર ખાતે રહેતી રુકશાના આબીદ બિહારીમિયા શેખ પોતાની એક્ટિવા નંબર-જી.જે.16.ડી.ઇ.4820 લઈ ગત તારીખ-17મી ફેબ્રુઆરીના રોજ પોતાની મમ્મી સાથે અંકલેશ્વરના ચૌટા નાકા કેમ્બ્રિજ કાપડની દુકાન ખાતે ખરીદી કરવા ગયા હતા જેઓએ દુકાન પાસે પાર્કિંગમાં મોપેડ પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકયા હતા અને તેઓની 25 હજારની એક્ટિવાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા મોપેડ ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: