Satya Tv News

ટાફિક પોલીસે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કાર ચાલકે રાજ્ય કક્ષાના મત્રી મુકેશ પટેલના કાફલાને અટકવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ સુરતથી વાયા ઓલપાડ,હાંસોટ અને અંકલેશ્વર થઈ ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા તે અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કડકિયા કોલેજ પાસેથી ભરૂચના ન્યાય મંદિર સુધી અંકલેશ્વર ટ્રાફિક સ્કોર્ડના એસ.એસ.આઈ અને ચાલક સહિત ચાર પોલીસ જવાનોએ મંત્રીની ગાડીની પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ભરૂચી નાકાથી એક ફોર વહીલ ગાડી નંબર-જી.જે.16.સી.બી.4009નો ચાલક મંત્રીના કાફલા આગળ પોતાનું વાહન ચલાવી રહ્યો હતો જેને સરકારી કફલાને સાઈડ આપવા સાઈરન અને હોર્ન વગાડી ઈશારો કર્યો હતો પરંતુ તેને પોતાનું વાહન નહિ હટાવી સેલાડવાડ મસ્જિદની સામે પોતાની ગાડી માર્ગની વચ્ચે થોભાવી દીધી હતી અને મંત્રીના કફલાને અટકાવી દીધો હતો જેને પોલીસ જવાનોએ સમજાવવા જતા તેણે ગેરવર્તન કરી કેમ સાઇરન મારો છો કયો મંત્રી છે તેમ કહી માથાકૂટ કરી ગાડી નહિ હટે તેમ કહી ગાડી લઈને ફરાર થઇ ગયો હતો બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: