Satya Tv News

અંકલેશ્વરમાં પરિણીતાનો સ્નાન કરતા વિડીયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા યુવાનની પોલીસે ધરપકડ કરી છે.

સારંગપુર ગામે પ્રદીપ ભરત વસાવાએ 24 વર્ષીય પરિણીતાનો સ્નાન કરતો વિડીયો ચોરી છુપી ઉતારી લીધો હતો. જે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવાને બળજબરીથી શરીર સંબંધ બાંધવાની શરૂઆત કરી હતી.બ્લેકમેલર હવસખોર પ્રદીપ પરિણીતા સાથે અવારનવાર શરીર સુખ માણતો હતો. દરમિયાન પરિણીતાને બે મહિનાનો ગર્ભ રહી જતા ગોળીઓ ખવડાવી પડાવી દીધો હતો.બ્લેકમેલિંગ અને દુષ્કર્મથી કંટાળી ઉઠેલી પરિણીતાએ આખરે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈ.ટી. એક્ટ, દુષ્કર્મ સહિતના ગુના હેઠળ પ્રદીપ વસાવાને લોકઅપ ભેગો કરી દીધો છે.

error: