Satya Tv News

હાલ મણીપુર ખાતે ચાલી રહેલી હિંસા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ બે મહિલાઓને નિર્વસ્ત્ર કરેલ હોઈ જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પગલે સમગ્ર દેશના લોકોમાં ભારે નારજગી જોવા મળી રહે છે. ઠેર ઠેર આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે આદિવાસી સંગઠન દ્વારા નેત્રંગ તાલુકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના પગલે આજ રોજ નેત્રંગ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વેપારીઓએ સ્વયં દુકાનો બંધ રાખી આ બંધને સમર્થન આપતા બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા

ઉલ્લેખનીય છે કે હાલ છેલ્લા કેટલાક દિવસોથી મણિપુર ખાતે હિંસા ચાલી રહી છે આ હિંસામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે તો હજારો લોકો પલાયન કરી રહ્યા છે આ હિંસા વચ્ચે મણીપુર ના કંગપોક જિલ્લામાં માનવતાને સર્મસાર કરે તેવી એક ઘટના બની છે જે ઘટનામાં કેટલાક અસામાજિક તત્વો બે મહિલાને નીર વસ્ત્ર કરી રહ્યા હોઈ જે ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ ઘટનાને પગલે સમગ્ર દેશના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહે છે. આ ઘટનાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યું છે. અને દોશીનો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી રહી છે.

આ ઘટનાને વખોડી કાઢતા નેત્રંગ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા રવિવારના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના એલાનને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ, તાલુકા આમ આદમી પાર્ટી, બી.ટી.ટી.એસ અને બી.ટી. પી. દ્વારા પણ ખુલ્લો સમર્થન આપી લોકો ને દુકાનો બંધ રાખી સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી.

જેના પગલે આજ રોજ નેત્રંગ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ સ્વયં પોતાની દુકાનો બંધ રાખીને આ બંધને પૂરતો સમર્થન આપી રહ્યા છે. અને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત મહિલાઓને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

નેત્રંગ ચાર રસ્તા ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ, દેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, બી.ટી.ટી.એસ અને બી.ટી.પી.ના આગેવાનો જોડાયા હતા, તેમજ દિવસ દરમ્યાન સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોસ્ત ગોઠવવામાં આવ્યો હતો,

વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: