રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે બાકી રહ્યો ટૂંક સમય
સમગ્ર દેશના હિન્દુઓમાં ઉત્સાહનો માહોલ
ભરૂચ નગરપાલિકા દ્વારા પરિપત્ર કર્યો જાહેર
કતલખાના બંધ રાખવા પાલિકા દ્વારા અનુરોધ
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તા.22ના સોમવારે રોજ એક દિવસ માટે ભરૂચ શહેરમાં આવેલા કતલખાના તથા બંધ રાખવા નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામેલા રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાનાર છે.જેને લઈને સમગ્ર દેશના હિન્દુઓમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે આ દિવસે કોઈની પણ લાગણીઓ ન દુભાય તેને ધ્યાનમાં રાખીને શહેરી વિભાગ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલા કતલખાના એક દિવસ માટે બંધ રાખવા સુચનાઓ આપવામાં આવી છે.જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ એક પરિપત્ર જાહેર કરીને આવતી કાલે 22 મી જાન્યુઆરીના રોજ એક દિવસ માટે કતલખાના બંધ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.જે અંગે તમામ લાગતા વળગતા વ્યક્તિઓને ધ્યાનમાં લેવા અપીલ કરાઈ છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ