ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રાજપીપલા ચોકડી પાસે આવેલી નહેરમાં ગાબડું પડતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું. નહેર નજીકની સોસાયટીઓમાં લીલા કલરનું પાણી ભરાતા રહીશો દ્વારા કેમિકલ યુક્ત પાણીની ફરિયાદ ઉઠવામાં આવી હતી. સ્થાનિકોએ આ અંગે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.મુખ્ય માર્ગો પર ગુઠણસમા પાણી જોવા મળ્યાં હતાં, જેનાથી સામાન્ય જનજીવનમાં બાધા ઉપસ્થિત થઈ હતી. રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.તંત્રએ નિવેદન આપતા જણાવ્યું કે નહેરમાં કેમિકલયુક્ત પાણી નથી, પરંતુ ઉકાઇ જમણા કાઠાની નહેર ઘણા સમયથી સાફ કરાઈ નથી, જેના કારણે પાણીનો પ્રવાહ બલ્કાતો હોય અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું