નવા વર્ષે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં બની આગની ઘટના,GIDCની જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ
ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા,DPMCના 8થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા, પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ મેળવ્યો આગ પર કાબુ.
ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં આવેલ જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર GIDCમાં નવા વર્ષના દિવસે જ આગનો બનાવ બન્યો હતો. ઓદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આવેલ જયંત પેકેજીંગ નામના લાકડાના ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર DPMC ના 5 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ નવા વર્ષના પ્રથમ દિવસે જીઆઇડીસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ કંપનીના અન્ય યુનિટમાં ગત ફેબ્રુઆરી માસમાં પણ આગ ફાટી નીકળી હતી ત્યારે સેફ્ટી અને હેલ્થ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
વિડિયો જર્નલિસ્ટ કરણસિંગ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર