Satya Tv News

અંકલેશ્વર ક્ષેત્રે પ્રકૃતિ સુરક્ષા મંડળના નામે ચાલતા NGO પર પોલીસ ફરિયાદ થતા ઉદ્યોગ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. NGO પર થયેલ ફરિયાદને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ હવે ગભરાટનો માહોલ ફેલાયો છે. જોકે ફરિયાદમાં મોટી રકમની માંગણી કરતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવતા ઉદ્યોગ નગરીમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ત્રણ ઉદ્યોગોનું પાણી ટ્રીટમેન્ટ કરી અંકલેશ્વર શહેરના ઉંમરવાડા રોડ પર આવેલ NCTL કંપની દ્વારા દરિયામાં પાણી છોડવામાં આવે છે. જેના થકી જિલ્લાની ત્રણ ઉદ્યોગ નગરીમાં હજારો લોકોને રોજગારી મળી રહે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી પ્રકૃતિ સુરક્ષા મંડળ નામક NGO દ્વારા કોઈક કારણોસર NCTL ઉદ્યોગ મંડળ અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના અધિકારીઓને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.

YouTube player

દરમ્યાન ગતરોજ રાત્રીના સમયે પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રમુખ સલીમ પટેલ અને તેઓના સહયોગી હરેશ પરમાર દ્વારા NCTLના ચીફ એક્ઝીક્યુટીવ પ્રફુલ પંચાલને ફોન કરી જીઆઈડીસીમાંથી પ્રદુષિત પાણી આમલાખાડીમાં વહી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. જેમાં NCTLના ચીફ એક્ઝીક્યુટીવ પ્રફુલ પંચાલ દ્વારા આ કામગીરી જીપીસીબી હોવા છતાં તેઓ રજા પર હોવાથી પોતાની ટીમને મોકલી ચેક કરાવતાં આ પાણી અવની ફાર્મા નજીક નોટીફાઈડ એરિયાની લાઈનમાં ભાગં સર્જાતા નીળ્યું હોવાનું બહાર આવ્યું હતું અને એ પાણી પણ આમલાખાડીમાં જતું ના હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેની જાણ NCTL દ્વારા પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રમુખ સલીમ પટેલને ફોન દ્વારા કરી દેવામાં આવી હતી.

વાત આટલેથી નહીં અટકતા આજે સવારે સાડા નવ કલાકના અરસામાં પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રમુખ સલીમ પટેલ તેમના સહયોગી અને પત્રકાર તરીકે ઓળખ આપતા હરીશ પરમાર સાથે NCTL કંપની પર દોડી ગયા હતા અને કંપનીના પ્લાન્ટમાં ખોટી રીતે કામ થાય છે. જેથી આમ પ્રજાને દુગંધ આવે છે. તેમ જણાવી કંપનીમાં અંદર જવાની કોશિશ કરતા કંપનીના સિક્યુરિટીએ અને લીગલ ડિપાર્ટેમન્ટના અધિકારીઓએ તેમને અટકાવ્યા હતા. તેમ છતાં સલીમ પટેલ તેમના સહયોગીએ જીદ કરતા તે અંગે NCTLના ચીફ એક્ઝીક્યુટીવ પ્રફુલ પંચાલને કંપની કર્મીઓએ વાત કરતા તેમણે પણ અનધિકૃત રીતે પ્રકૃતિ સુરક્ષા મંડળના હોદ્દેદારોને કંપનીમાં જવાની ના પાડી હતી. છતાં સલીમ પટેલ તેમના સહયોગી દ્વારા કંપની પ્રિમાઇસિસમાં ખોટી રીતે જતા. NCTLના ચીફ એક્ઝીક્યુટીવ પ્રફુલ પંચાલ દ્વારા પ્રકૃતિ સુરક્ષા મંડળના હોદ્દેદારોએ ગેરવર્તણૂક કરી હોવાની પોલીસ ફરિયાદ શહેર પોલીસ મથકમાં નોંધાવી છે.

આ અંગે સીસીટીવી ફૂટેજ સાથે વધુ માહતી આપતા NCTLના ચીફ એક્ઝીક્યુટીવ પ્રફુલ પંચાલે જણાવ્યું કે, પ્રકૃતિ સુરક્ષા મંડળના હોદ્દેદારો પોતાના અંગત ફાયદા ખોટી રીતે મોટી રકમ અને NGOના માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાકટ નહિ આપતા હોવાને ખોટી રીતે હેરાનગતિ કરી હપ્તા વસૂલવા માંગણી કરી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હોવાની વાતે ભરૂચ જિલ્લાની ઉદ્યોગ નગરીઓમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ નવાજ શેખ સાથે કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: