Satya Tv News

ભરૂચ જિલ્લા સહકારી સંઘ તથા ધી ભરૂચ જિલ્લા કો.ઓ.ક્રેડિટ સોસાયટી ફેડરેશન ઘ્વારા સયુંકત રીતે અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ચેરમેન અને ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલ, કો.ઓ.ક્રેડિટ સોસાયટી ફેડરેશનના પ્રમુખ રજનીકાંત રાવલ, કોટન યુનિયનના ચંદ્રકાંતભાઈ પટેલ, જિલ્લા સહકારી સંઘના મંત્રી રવીન્દ્રસિંહ રાણા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકના મેનેજીંગ ડિરેક્ટર અજયસિંહ રણા સહિત વરિષ્ઠ સહકારી આગેવાનો અને વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના હોલમાં સહકારી સપ્તાહની ઉજવણી હાથ ધરાઈ હતી.
કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભારતની સહકારી પ્રવૃત્તિ વિશ્વમાં વખણાય છે. અને ભારતમાં ગુજરાતની સહકારી પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે. ભરૂચ જિલ્લાની વાત કરતા તેમણે કહ્યું હતું કે જિલ્લામાં 3000 જેટલી સહકારી સંસ્થાઓ છે. જેમનો જિલ્લાના વિકાસમાં અમૂલ્ય ફાળો રહ્યો છે.
કોરોના મહામારી દરમ્યાન કપરી પરિસ્થિતિમાં સહકારી ક્ષેત્રએ સેવા ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી સમાજને બેઠો કરવામાં યોગદાન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે સહકાર સપ્તાહ ઉજવણી તો કરીએ જ સાથે સહકારી સંસ્થાઓના ઉત્થાન માટે સતત પ્રયાસો કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેન તરીકે નિયુક્ત થયેલ સુરેશભાઈ પટેલનું અને ધારાસભ્ય અરુણસિંહ રણા તથા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયંતીભાઈ પટેલે વિશેષ સન્માન કર્યું હતું.

error: