ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં ગ્રામજનોને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી હવે જર્જરિત થઈ ગઈ છે. ત્યારે ગ્રામજનો માટે બીજી ટાંકીનું નિર્માણ આવશયક થઈ ગયું છે. તેવા સમયે જળ એજ જીવન યોજના હેઠળ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે શનિવારના રોજ ખાતમૂહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે ગ્રામ પંચાયત નબીપુરના સભ્યો, ગ્રામજનો અને આબીદ મેમ્બર અને ઇસ્માઇલ મેમ્બર હાજર રહયા હતા.ગામમાં બીજી પાણીની ટાંકી ના નિર્માણને લઇ આજે ગામમાં ખુશી જોવા મળી હતી. જ્યારે સેગવા ગામ ખાતે પણ નવી પાણીની પાઇપ લાઇનનું પણ ખાતમૂહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.
જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો ભરૂચ દ્વારા નળ સે જળ યોજના અંતર્ગત ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાનું સેગવા ગામ ખાતે પણ પાણીની પાઇપલાઇનનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું.જેમાં ગ્રામ્ય હોદેદારો, આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. હવે સૌને આશા બંધાઈ હતી કે ગામમાં પાણીની જટિલ સમસ્યા હવે જલ્દી દુર થશે. ધારાસભ્યએ આ પ્રસંગે દરેક ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.