Satya Tv News

હાલમાં ભારતમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે જે અંતર્ગત બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઈ મા ચાલી રહી છે. આ મેચમાં ભારતની ટિમનો પ્રથમ દાવ આવ્યો છે. જે દરમ્યાન ભારતીય ટીમની તમામ દસ વિકેટ મૂળ ભરતીય વંશજના બોલર એઝાઝ પટેલે ખેરવી હતી. આવી સિદ્ધિ હાંસલ કરનાર તે વિશ્વનો ત્રીજો બોલર બન્યો છે. અગાઉ આ સિદ્ધિ ઇંગ્લેન્ડના જિમલેકર અને ભારતના અનિલ કુમબલે એ હાંસલ કરી છે. આ એઝાઝ પટેલના મૂળ ભરૂચ ની ભૂમિ સાથે જોડાયેલા છે. એઝાઝના પિતાશ્રી યુનુસ પટેલ જિલ્લાના કથારીયા ગામના અને માતૃશ્રી શેહનાઝ પટેલ {કાપડિયા ફેમિલી} ટંકારિયા ગામના છે. જેઓ વર્ષો પહેલા મુંબઈના ઝોગેશ્વરી વિસ્તારમાં ધંધાર્થે સ્થાયી થયા હતા અને એઝાઝનો જન્મ પણ મુંબઈ મા થયો હતો. એઝાઝ 8 વર્ષની વયે પોતાના પરિવાર સાથે ન્યુઝીલેન્ડ સ્થળાંતર થયો હતો. ત્યાં તેઓને તેમના કાકા ના સહયોગથી ક્રિકેટની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. આમ ફરી એકવાર ભરૂચનું નામ વધુ એક ક્રિકેટરે ઉજાગર કર્યું છે. આ મેચમાં જ્યારે એઝાઝ પટેલે ટેસ્ટ મેચના એક દાવમાં તમામ 10 વિકેટો ખેરવી ત્યારે તેમના વતન કથારીયા અને મોશળ ટંકારિયા સહિત ભરૂચ જિલ્લામાં ખુશી વ્યાપી ગઈ હતી.

error: