ભરૂચ જીલ્લામાં 483 ગ્રામ પંચાયતો માટે 1789 સરપંચો નોંધાયા છે તો 9187 સભ્ય પદ માટેના ઉમેદવારી પત્રો જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને મામલતદાર ખાતે ભરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં તાલુકા વાર આંકડા જોઈએ તો ભરૂચ ખાતે સરપંચ માટે ૨૪૨ અને સભ્ય માટે ૧૪૪૯, અંકલેશ્વર ખાતે સરપંચ માટે ૧૪૧ તેમજ સભ્ય માટે ૮૩૮, હાંસોટ ખાતે સરપંચ માટે ૯૭, સભ્ય માટે ૪૨૧, નેત્રંગ ખાતે સરપંચ માટે ૧૫૯ સભ્ય માટે ૯૨૦, ઝગડિયા ખાતે સરપંચ માટે ૩૦૩ અને સભ્ય માટે ૧૫૭૯, વાલિયા ખાતે સરપંચ માટે ૨૨૦, સભ્યો માટે ૧૧૮૯, વાગરા ખાતે સરપંચ માટે ૧૯૩, સભ્ય માટે ૯૩૮, જંબુસર ખાતે સરપંચ માટે ૨૯૧ અને સભ્ય માટે ૧૧૮૦ તેમજ આમોદ ખાતે સરપંચ માટે ૧૪૩ અને સભ્ય માટે ૬૭૩ સભ્યોના ઉમેદવારી પત્રો ભરાયા છે.
ફોર્મ ચકાસણી ૬ ડીસેમ્બરના રોજ કરવામાં આવશે તો ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૭ ડીસેમ્બર છે. ૧૯ ડીસેમ્બરના રોજ ખરાખરીનો જંગ જામશે અને ત્યાર બાદ ૨૧ ડિસેમ્બરે પરિણામો જાહેર થશે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ