Satya Tv News

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે ચાર ઈસમોએ યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરતા તેનું સારવાર પહેલ જ કરુણ મોત નીપજ્યું હતુ. ઘટનામાં પોલીસ તપાસમાં આરોપીની બહેન સાથે મૃતકના આડા સબંધ હોવાની શંકામાં હત્યા થઇ હોવાનો ખુલાસો થતા પોલીસે મુખ્ય આરોપી સહીત અન્ય ત્રણની ગણતરીના દિવસોમાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામના તલાવડી ફળિયામાં રહેતો 25 વર્ષીય સંજય શાંતિલાલ વસાવાનું ગામના સુનિલ ઉસ્તાદ વસાવાની બહેન સાથે પ્રેમ સંબંધનો વહેમ રાખી અગાઉ દોઢ મહિના પહેલા ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી સંજય વસાવાના ઘર પાસે જઈ સુનિલ ઉસ્તાદ વસાવા,મયૂદ્દીન ઉર્ફે બકી સલીમ શેખ અને સોહેલ સિકંદર પઠાણ,સતીષ વિજય વસાવા તેની સાથે ઝઘડો કરી તેને મારમાર્યો હતો આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા મયૂદ્દીન સલીમ શેખ ઉશ્કેરાઈ જઈ પોતાના ઘરેથી ચપ્પુ લઈ આવી સંજય વસાવાને છાતી, પેટ અને માથાના ભાગે ત્રણ ઘા મારી દીધા હતા ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો

બનાવ અંગે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન પોલીસે ગણતરીના દિવસોમાં સુનિલ ઉસ્તાદ વસાવા,મયૂદ્દીન ઉર્ફે બકી સલીમ શેખ,સોહેલ સિકંદર પઠાણ અને સતીષ વિજય વસાવા તમામ રહેવાસી કાપોદ્રાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વીડિયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: