Satya Tv News

અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં લારી ગલ્લા હટાવવાનો મામલો
ભાજપના સભ્ય ત્રણ રસ્તાથી ONGC સુધી નોનવેજ લારી હટાવવા રજૂઆત
વોર્ડ નં 4ના સભ્યએ લેખિતમાં પાલિકામાં કરી રજૂઆત
નોનવેજની દુકાનોને કારણે લોકોનું સ્વાસ્થય જોખમાય તેવી શક્યતા હોવાના પણ આક્ષેપ

અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં લારી ગલ્લા હટાવવા મામલે એક જ વોર્ડના બંને સભ્યો સામસામે આવી ગયા છે. જેમાં હવે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલથી ONGC સુધી માર્ગ ઉપર આવેલ નોનવેજની હાટડીઓ દૂર કરવા વોર્ડ નંબર-4ના નગર સેવકે પાલિકા કચેરીએ રજૂઆત કરી છે.

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-4ના નગર સેવિકા લલિતા રાજપુરોહિત દ્વારા નગર પાલિકા કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલથી ઓ.એન.જી.સી. સુધી ઊભી કરાયેલ નોનવેજની હાટડીઓ પગલે ગંદકી,દુર્ઘન ફેલાતા લોકો હેરાન પરેશાન થતાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને મોટાપાયે નોનવેજની દુકાનોને કારણે લોકોનું સ્વાસ્થય જોખમાય તેવી શક્યતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ નોનવેજની હાટડીઓને નગર પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: